વલસાડ જિલ્લાના ડુંગરા વિસ્તાર માંથી એક સગીર વયની કન્યાના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રવિવાર, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૪:૦૦ વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૧૭ વર્ષ અને ૧ માસની વય ધરાવતી સગીરા તેના ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. ભોગ બનનાર સગીરા ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.
ઘટનાના દિવસે જ્યારે તેણી ઘરે જોવા ન મળી, ત્યારે પરિવારજનોએ આજુબાજુના વિસ્તારમાં તેમજ રેલ્વે સ્ટેશન અને સગા-સબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી.નોંધનીય છે કે, આ સગીરા અગાઉ ડિસેમ્બર ૨૦૨૫માં પણ ગુમ થઈ હતી અને જાન્યુઆરી ૨૦૨૬માં પરત ઘરે આવી હતી. ફરી એકવાર તેણીનું કોઈ અજાણ્યા ઈસમે અગમ્ય કારણોસર વાલીપણામાંથી અપહરણ કર્યું હોવાની શંકા સાથે તેના પિતાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ડુંગરા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

