Explore

Search

March 12, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News: ધરમપુરના બરુમાળ ગામે આંબાવાડીમાં ચાલતા વરલી-મટકાના જુગારધામ પર પોલીસનો દરોડો: ૩ ઝડપાયા

ધરમપુર પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે બરુમાળ ગામના ઉતારા ફળીયામાં આવેલી એક આંબાવાડીમાં દરોડો પાડી વરલી-મટકાનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી વરલી-મટકાના આંકડા લખવા માટેના પાટીયા, કાપલી બુક, કાર્બન પેપર અને બોલપેન તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.22,890/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ધરમપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બરુમાળ ગામના ઉતારા ફળીયામાં રહેતા રણજીતભાઇ ધર્માભાઇ ગાંવિતની આંબાવાડીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા મળી હાર-જીતનો વરલી-મટકાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી આંબાવાડીમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી (1) રણજીતભાઇ ધર્માભાઇ ગાંવિત (રહે. બરુમાળ, ઉતારા ફળીયા) (2) કિશોરભાઇ રમજુભાઇ બારીયા (રહે. બરુમાળ, બારીયા ફળીયા) તથા (3) અરવિંદભાઈ રાયજુભાઇ પવાર (રહે. આવધા, ચિચદા ફળીયા) આમ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

Advertisement
error: Content is protected !!