સુરત શહેરની વરાછા પોલીસને મળી મોટી સફળતા મળી હતી. જેમાં વરાછા પોલીસે આંગડીયા ચોરી અને લૂંટનાં ગુન્હાનાં વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને પકડવા ફિલ્મી ઢબે તેમનો પીછો કર્યો અને ચોરીનો માલ લઈ ફરાર થયેલા ગુનેગારોને ઝડપી પડ્યા હતા. સુરતમાં વરાછામાં આંગડિયાના કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યો હતો. આંગડિયાના બે કર્મચારીઓ રૂ.42 લાખ લઈ જતા હતા.
તે દરમિયાન ચોર ટોળકીએ તેમને રસ્તામાં રોકી કહ્યું કે, તમારી બેગમાં ગાંજો છે તે બતાવો.
આમ, કહી ચાકુ અને છરીનો હુમલો કરવાની ધમકી આપી દાગીના ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા. આરોપીને પકડવા વરાછા પોલીસે રાજસ્થાનમાં 17 દિવસથી ધામા નાખ્યા હતા. આમ, પોલીસે રાજસ્થાનનો પહેરવેશ પહેરી ફિલ્મી ઢબે બંને આરોપીને દબોચી લીધા. પોલીસે બંને આરોપી બળવંતસિંહ ઉર્ફે બલ્લુ નેન્સીંગ રાજપુત અને ભવાની સિંહ ઉર્ફે ભમાશા તનસિંગ રાજપુતને ઝડપી પાડ્યા. અગાઉ આ ગુન્હામાં પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા હતા અને તાજેતરમાં બે આરોપી પકડયા જ્યારે આ ગુન્હામાં સામેલ અન્ય બે આરોપીઓ હજુ ફરાર હતા. આમ, પોલીસે આ બંને આરોપીને શોધવા પોતાના બાતમીદારો એલર્ટ કર્યા હતા.

