Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ટીંબરવા ગામેથી લાખોનાં દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

બારડોલી તાલુકાનાં ટીંબરવા ગામની સીમમાં આવેલ ખેતરાડીમાં બુટલેગરોએ મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભેગો કર્યો છે અને ત્યાંથી કાર્ટિંગ કરીને અન્ય બુટલેગરોને સપ્લાય થઈ રહ્યો છે જેની બાતમી મળતા જિલ્લા એલ.સી.બી. પોલીસ ટીમે રેડ કરતાં એક બુટલેગરને ૨.૭૫ લાખનાં દારૂના જથ્થા સાથે પકડી પાડયો હતો. આમ, પોલીસે ફોરવ્હીલ સહિત ત્રણ વાહનો જપ્ત કરી દારૂના ગુન્હામાં અન્ય છ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જિલ્લા એલ.સી.બી. પોલીસ ટીમ બારડોલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, બારડોલી તાલુકાના વાઘેચા ગામ ખાતે રહેતો તરુણભાઈ સુરેશભાઈ ઢોડિયા પટેલે તેના સાથીઓ સાથે મળી ટીંબરવા ગામની સીમમાં આવેલી ખેતરવાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલો છે અને હાલમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. જેના આધારે જિલ્લા એલ.સી.બી.ની ટીમે રેડ કરી આરોપી દિપેશભાઈ નવીનભાઈ ચૌધરી (ઉ.વ.૨૮., ધંધો પશુપાલન રહે.વધાવાગામ હળપતિવાસ, બારડોલી)ને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો

અને સઘન પૂછપરછ કરતા તેની કબૂલાત આધારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તરુણ સુરેશભાઈ ઢોડિયા પટેલ (રહે.વાધેચાગામ, બારડોલી) ધર્મેશ જગદીશભાઈ ચૌધરી (રહે.વધાવા ગામ, પાદર ફળિયું,બારડોલી) યોગેશભાઈ રાજુભાઈ ચૌધરી (રહે.વધાવાગામ, કુકડ ફળિયું, બારડોલી), અશ્વિન જેનું પૂરું નામ જણાઈ આવ્યું નથી (રહે.વાધેચા ગામ, બારડોલી) લાલુ જેનું પૂરું નામ જણાઈ આવ્યું નથી (રહે.વાઘેચા ગામ, બારડોલી) તેમજ દેશી દારૂનો જથ્થો દમણ ખાતેથી પીકઅપ ભરી લાવી આપી જનાર એક અજાણ્યો ઈસમ જેના નામ સરનામા જણાઈ આવ્યા નથી તેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે વિદેશી દારૂની નાની મોટી બાટલી નંગ ૨,૭૨૪ કિંમત રૂપિયા ૬,૭૫,૯૦૦, સ્વીફટ ફોર વ્હીર કાર જેની કિંમત રૂપિયા ૨ લાખ, એક બાઈક જેની કિંમત રૂપિયા ૫૦ હજાર, બીજી બાઈક જેની કિંમત રૂપિયા ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૧૩,૭૫,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement
error: Content is protected !!