Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઇન સેવાઓ આજે સાંજે 6 વાગ્યાથી લઈ તારીખ 10 જૂન સુધી બંધ રહેશે

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ડેટા સેન્ટર ખાતે નોન-આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવીનીકરણની કામગીરીને લઈને સરકારી વીજ કંપનીઓની ઓનલાઇન સેવા આજે સાંજે 6 વાગ્યાથી 10 જૂનના સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ મામલે GUVNLએ તેની સત્તાવાર વેબસાઇટ પર જાણકારી આપી છે.

GUVNLના જણાવ્યા મુજબ, આજે શુક્રવારે સાંજના 6 વાગ્યાથી 10 જૂને 10 વાગ્યા સુધી GUVNL અને તેની વીજ વિતરણ કંપનીઓમાં UGVCL, MGVCL,PGVCL, DGVCL,  GETCO અને GSECLની ઓનલાઇન સેવા બંધ રહેશે. GUVNL ડેટા સેન્ટર ખાતે નોન-આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરી કરવાની હોવાથી આ પ્રકારનો નિર્ણય કરાયો છે. ત્યારે ઓનલાઇન લાઇટ બીલ ભરવા સહિતની કામગીરીને લઈને ગ્રાહકોએ તેની નોંધ લેવા જણાવાયું છે. જ્યારે GUVNLની મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં ફરીથી ઓનલાઇન સેવા કાર્યરત કરાશે.  જેમાં આ સેવાઓ રહેશે બંધ કંપનીની વેબસાઇટ, ગ્રાહક પોર્ટલ, ઈ-વિદ્યુત સેવા, ઇ-ગ્રામ, વર્ચ્યુઅલ બૅંક એકાઉન્ટ, સીએસસી સેન્ટર, બેંક શાખાઓ મારફત વીજ બિલ, ઓનલાઇન વીજ બિલ અને અન્ય ચૂકવણી.

Advertisement
error: Content is protected !!