Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Fake doctor caught : સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોક્ટર પકડાયો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે ધ્રાંગધ્રાનાં એંજાર ગામેથી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી રૂ.૬,૧૯૦ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રા તાલુકાનાં એંજાર ગામે ક્લીનીક ખોલી બોગસ ડોક્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી હતી. દરોડા દરમિયાન એંજાર ગામેથી કોઈ પણ જાતનિ તબીબી ડિગ્રી કે સર્ટીફીકેટ નહિં હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી ક્લીનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર તુષારભાઈ સંજયભાઈ સરદાર (હાલ રહે.એંજાર અને મુળ રહે.ઉતરાખંડ)ને ઝડપી લીધો હતો તેમજ ક્લીનીકમાંથી રૂ.૬,૧૯૦ની કિંમતની અલગ-અલગ કંપનીની એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કર્યો હતો અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!