Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Corona Cases In Gujarat : છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 170 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4,866ની પાર ગઈ છે. દેશમાં કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગુજરાતમાં આજે કોરોનાના 170 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 717 પર પહોંચ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 717 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 694 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 68 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

Advertisement
error: Content is protected !!