Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

બીલીમોરાનાં મોરલી ગામે જૂની અદાવતે શખ્સ પર હુમલો, ત્રણ સામે ગુન્હો નોંધાયો

નવસારી જિલ્લાનાં બીલીમોરા નજીકનાં મોરલી ગામનાં દેસાઈ ફળિયાના ચિરાગ ગુલાબભાઈ પટેલ અને તેનો મિત્ર વિકી કરશન પટેલ પર જૂની અદાવત રાખીને ત્રણ જણાએ લાકડા અને લોખંડના હથિયારથી હુમલો કર્યો હતો. તેથી ઈજા પામેલા બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, ચિરાગ અને વિકી બંન્ને જણાં રાત્રે ઘોલ ક્રિકેટ ગ્રાઉડ પર બેઠા હતા. તે વખતે સ્પલેન્ડર બાઈક ઉપર આવેલા કેવિન ઉર્ફે ડાબુ નિલેશભાઈ પટેલ (રહે.ઉંડાચ, વાણિયા ફળિયા) અને તીર્થ ઉર્ફે નાકુ નટુભાઈ પટેલ (રહે.ગામ ભાઠા) તેમજ ત્રીજા અજાણ્યા ઈસમે ત્યાં આવી કહ્યું હતુ કે, તમે બધા બહુ મોટા દાદા થઈ ગયા છો. આજે તેમને જાનથી મારી જ નાંખવા છે. એવું કહી ત્રણે જણાઆએ વિકીને અપશબ્દો કહ્યા હતા.

જે બાદ તેને લાકડાંના સ્ટમ્પ અને લોખંડનાં પાઈપથી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ ચિરાગ અને વિકીને જમીન ઉપર પાડી દઈને હાથે અને પગે પણ લાકડાથી ફટકા મારતા બંને જણાં બેભાન જેવા થઈ ગયા હતા. જે બાદ ત્રણેય હુમલાખોરો ત્યાંથી જતા રહ્યા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ ૧૦૮ એમબ્યુલન્સને બોલાવી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં ચિરાગને ડાબા પગની બે આંગળી, ડાબા પગના નળાના ભાગે તથા હાથના મધય ભાગે ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. જયારે તેના મિત્ર વિકીને હાથ અને પગે ફેકચર થતાં તેને નવસારી યશફીન હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં પહોંચેલી પોલીસને ચિરાગે જણાવ્યું કે, તેના મિત્ર વિકી કરસન પટેલ સાથેની કોઈ જુની અદાવતમાં આ હુમલો કરાયો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!