Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઇટ પર સાયબર એટેક, 400 જીબી ડેટા ચોરાયો હોવાની આશંકા

રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઇટ પર સાયબર એટેક થયો હતો. 400 જીબી ડેટા ચોરાયો હોવાની આશંકા છે. ઘટના સામે આવ્યા બાદ સાયબર સિક્યોરિટીની ત્રણ ટીમે તપાસ હાથ ધરી હતી. આ સાયબર એટેકમાં મહાનગરપાલિકાની શાળાઓ, તમામ બ્રિજ, કચેરીઓ, હોસ્પિટલો સહિત અનેક મિલકતોના ડેટા લીક થયાની આશંકા છે.

રાજકોટ મનપાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓપરેશન સિંદૂરના દિવસે મહાનગરપાલિકાના જીઆઈએસ વેબસાઈટના સર્વરમાં શંકાસ્પદ જોડાણ થયાનું ધ્યાનમાં આવ્યું હતું. સર્વર ધીમું પડતાં તાત્કાલિક ટીમને બોલાવીને સર્વર આઈસોલેટ કરી નાંખવામાં આવ્યું હતું. સાયબર સિક્યોરિટીની ત્રણ ટીમ તપાસ કરી રહી છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડેટા લીક થયો છે કે નહીં તે કહી શકાય તેમ નથી.ડેટા હેક થયાની શંકા 8મીએ ગયા બાદ તાત્કાલિક ધોરણે તેને આઇસોલેટ કરવામાં આવી હતી. આંતરીક સૂત્રોના જણાવ્યા અનુસાર 400 જીબીનો ડેટા લીક થયો છે, છતાં મનપાના ઉચ્ચ અધિકારીઓ હજુ પણ સબ સલામત હોવાનું કહી રહ્યા છે. પાકિસ્તાન સાથે સંઘર્ષ સમયે કેન્દ્ર સરકારે સરકારી વિભાગોને ડેટા લીક ન થાય તેની તકેદારી રાખવા ગાઇડલાઇન જારી કરી હતી, જેનું પાલન કરવામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ રહ્યું હતું.

Advertisement
error: Content is protected !!