Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Surat : હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી ફોર્ટોગ્રાફરનું દુષ્કર્મ

સુરત શહેરના ભટારમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી લગ્ન નહીં કરતાં યુવતીએ ખટોદરા પોલીસ મથકમાં યુવાન વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હોવા મામલે ફરિયાદ નોંધાવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે શહેરના ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર વિસ્તારમાં રહેતા ઉત્તરપ્રદેશના પરિવારની ૨૩ વર્ષીય યુવતી ઘરકામ કરીને મદદરૂપ બની રહી છે. બે વર્ષ અગાઉ સોશિયલ મીડિયા દ્વારા ફોટોગ્રાફર તરીકે કામ કરતા શહેઝાદ ઉર્ફે સજ્જુ સઇદ શેખ (ઉ.વ. ૨૫, રહે. ઇન્દિરાનગર, ભટાર) સાથે સંપર્કમાં આવી હતી. એ પછી બંને એકબીજા સાથે મોબાઈલ ફોનમાં વાતચીત કરતાં મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. યુપીવાસી પરિવારની યુવતીને લગ્ન કરવાનું કહીને શહેઝાદે શહેરમાં અન્ય સ્થળોએ ફરવા લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જો કે શહેઝાદ મુસ્લિમ પરિવારનો યુવાન હોવાનું જાણવા છતાં યુવતીએ સંબંધ ચાલુ રાખીને લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ યુવતીએ લગ્ન કરવાનું કહેતા શહેઝાદે પિતાને પૂછીને લગ્ન અંગે ભવિષ્યમાં વિચારીશુ, એવો ઉડાવ જવાબ આપીને શારીરિક શોષણ કરતો હતો. છેલ્લા છ માસથી શહેઝાદે યુવતી સાથે બોલાવાનું બંધ કરતાં પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું જાણતાં અંતે ખટોદરા પોલીસ મથકમાં શહેઝાદની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શહેઝાદ શેખની ધરપકડ કરી હતી.

Advertisement
error: Content is protected !!