Explore

Search

June 21, 2026

Contact us -7820092500

IAS Coaching

Prescription : પ્રિસ્ક્રિપ્શન વિના ડમી ગ્રાહકને નશો થાય તેવી સિરપ આપતાં દુકાનદાર ભેરવાયો

નશો કરીને ગુનાખોરી કરવા તથા નશાના બદલામાં મેડિકલ ઉપર કોડીન હોય તેવી સિરપ અને ટેબ્લેટનો ગેરકાયદે ઉપયોગ કરતા તત્ત્વોને વેચાણ કરનાર પાલનપોરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી.એસ.ઓ.જી.ની ટીમે છટકું ગોઠવ્યું હતું.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પણ સાથે રાખી એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. જેને સાંઈ વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું. કોડીન હોય તેવી કોડી સ્ટાર, કોરેક્ષ, ટોસેક્ષ તથા પ્રોક્ષીવોન પ્લસ જેવી ટેબ્લેટ તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવા પ્રતિબંધ હોવા છતાં કેટલાક મેડિકલવાળા તેનું વેચાણ કરતા હોઇ પોલીસ તેમને પકડવા ડ્રાઈવ રાખતી હોય છે. આ ડ્રાઈવમાં પ્રગતિ મેડિકલ સંચાલક ભેરવાઈ ગયો હતો. થોડાક રૂપિયાની લાલચમાં તેણે તબીબી પ્રિસ્ક્રિપ્શન નહીં હોવા છતાં ડમી ગ્રાહકને માંગ્યા મુજબની દવા આપતાં જ પોલીસે પકડી લીધો હતો.અહીંથી પોલીસે સિપરની ૪૪ બોટલ તથા પ્રોક્ષીવોન ટેબ્લેટના સાત પેકેટ્સ સહિત ૭,૬૭૯ની મતા કબજે કરી આગળની કાર્યવાહી માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓને સોંપ્યો હતો.

Advertisement
error: Content is protected !!