Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Duplicate number plate : દંડથી બચવા બીજી બાઈકનો ડુપ્લિકેટ નંબર લગાવતાં જમીન દલાલ ભેરવાઈ ગયો

પોતે નિયમ પાલન કરતો હોવા છતાં હેલ્મેટ વિના બાઈક ચલાવવા બદલ એક મહિનામાં ઉપરાછાપરી આઠ મેમો આવવાની સાથે જે રસ્તા પર તેમની બાઇક ગઇ ન હતી તે સ્થળનો મેમો આવતાં રત્નકલાકારે પોલીસની મદદ લીધી હતી. ઝડપાયેલો શખ્સે ટ્રાફિક દંડથી બચવા આ ગતકડું કર્યાનું જણાવ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કામરેજના વેલંજાગામે રામવાટિયા બંગ્લોઝમાં રહેતા અને કિરણ જેમ્સમાં નોકરી કરતા કલ્પેશ બાબુભાઈ વસાણીને ગત ૨૪મી માર્ચે ઓનલાઈન ટ્રાફિક પોલીસનો મેમો આવ્યો હતો. તેમણે બાઈક પર હેલ્મેટ નહિ પહેર્યું હોઈ પાંચસો રૂપિયાનો ઈ-મેમો આવ્યો હતો. મેમાં તેમની બાઈકનો નંબર તો હતો, પરંતુ તે બાઈક તેમની ન હતી. બાઈક પર બેસેલી વ્યક્તિ પણ તેઓ કે તેમના ઘરની વ્યક્તિ ન હતી. એટલું જ નહિ દંડનો જ સમય અને સ્થળ હતું ત્યારે તેઓ તેમની આ બાઇક પસાર જ થઈ ન હતી.

વાત આટલેથી પતી ન હતી. આ સિલસિલો જાણે વારંવારનો થઈ ગયો હતો. ૨૭ માર્ચ, ૨૯ માર્ચ, બીજી, પાંચમી, ૨૦, ૨૧ અને ૨૫મી એપ્રિલે પણ તેમણે હેલ્મેટ વિના બાઈક ચલાવવા બદલ ઈ-મેમો ઈશ્યૂ થયા હતા. તેમની બાઈકની નંબર પ્લેટ જેવી ડુપ્લિકેટ નંબર પ્લેટ બીજો કોઈ બાઈક ચાલક ઉપયોગ કરી રહ્યો હોઈ તેઓ ત્વરિત વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ઈન્સ્પેક્ટર આર.બી. ગોજીયાને મળી ફરિયાદ કરી હતી. વરાછા પોલીસે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરતાં આરોપી પ્રિતેશ હિંમત સીતાપરા (રહે.ઉર્મિ સોસાયટી, કાપોદ્રા)ને ઝડપી લીધો હતો. જમીન દલાલી કરતા આ શખ્સે ટ્રાફિક દંડથી બચવા નકલી નંબર પ્લેટ લગાવી હોવાનો બચાવ કર્યો હતો. જોકે તેની સાથે બીજું પણ કોઈ સંડોવાયું છે કે કેમ તથા બીજો પણ કોઇ બદઈરાદો હતો તેને લઈ સબ ઈન્સ્પેક્ટર એસ.આર. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!