Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

મનરેગા કૌભાંડ : ભાજપના મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોની સંડોવણી,તત્કાલિન TDOની પણ ધરપકડ

દાહોદ મનરેગા કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ દાહોદ પોલીસે મોડી રાત્રે કરી છે, આ કેસમાં તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે, વર્ષ 2021 થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકે નોંધ્યો હતો ગુનો અને કામ પૂરા થયા હોવાના સર્ટિફિકેટ મેળવી રૂપિયા પડાવ્યા હતા તો આ સમગ્ર કેસમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે અને તમામ આરોપીઓ સુધી પોલીસ પહોંચી પણ ગઈ છે અને સરકારના કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર આ મંત્રીના પુત્રએ કર્યો હોવાની વાત પણ સામે આવી છે.દાહોદમાં મનરેગા કૌંભાંડમાં ભાજપના મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોની સંડોવણી આવી સામે છે, જેમાં બળવંત અને કિરણ ખાબડ ધરપકડથી બચવા હવાતિયાં મારી રહ્યો હતો પરંતુ પોલીસે આજે તેની ધરપકડ કરી લીધી છે, આ બન્ને લોકોએ પોલીસની ધરપકડથી બચવા દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, તો મંત્રી પુત્રોની જામીન અરજીની સુનાવણી 9 મેના રોજ હાથ ધરાઈ હતી, વર્ષ 2021થી વર્ષ 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

દાહોદમાં મનરેગા કૌભાંડમા રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના બંન્ને પુત્રોની સંડોવણી સામે આવી છે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલે 35 એજન્સીઓ સામે નોંધાંવેલ ફરીયાદમા મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ છે, મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે પોલીસ ધરપકડથી બચવા દાહોદ સેસન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી છે, નાણાંકીય વર્ષ 2021 થી 2025 ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારીઆના કુવા અને રેઢાણા જ્યારે ધાનપુરના સીમામોઈ ગામે માત્ર દેખાડા પૂરતું કામ કરાયું હતુ અને ધાનપુર- દે.બારિયામાં 71 કરોડના કામો માં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીઆના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની કરી છે ધરપકડ,તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગામોમાં મનરેગાના 20 ટકા કામો પણ સ્થળ પર થયા નથી. દેવગઢ બારીઆની 28 અને ધાનપુરની 7 માલસામાન સપ્લાય કરતી એજન્સીઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુલ 35 એજન્સીઓના પ્રોપ્રાઈટર, મનરેગા શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!