Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

ગેસ ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સાયલા – ચોટીલા હાઇવે પર વખતપરના બોર્ડ પાસેથી મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલ સુરેન્દ્રનગર એલસીબીની ટીમે 1 ગેસ ટેન્કરને રોકી તલાશી લેતા વિદેશી દારૂની હેરાફેરીના કારસ્તાનનો પર્દાફશ થવા પામ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સપ્તાહમાં બીજી વખત આજ રોડ પરથી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં સફ્ળતા મેળવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા LCBની ટીમ દ્વારા સોમવારે મોડી રાતે ઝડપી લેવાયેલ ટેન્કરને સાયલા પોલીસ મથકે લવાયા બાદ તપાસ કરતા ટેન્કરમાં વચ્ચેના ભાગે ચોરખાનું બનાવી તેમાં દારૂની પેટીઓનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પંજાબના પેન ગામથી દારૂનો મોટો જથ્થો ભરીને નીકળેલું ટેન્કર કચ્છના બુટલેગર દ્વારા મંગાવ્યું હતું. તેમજ મુન્દ્રા પાસે તેની ડિલીવરી આપવાની હોવાની કબૂલાત પકડાયેલ ટેન્કરના ચાલકે કરી હતી. LCBએ વહેલી સવારથી ટેન્કરમાંથી દારૂનો જથ્થો બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.ટેન્કરમાંથી 14,820 બોટલ વિદેશી શરાબનો જથ્થો, કિંમત 1.45 કરોડથી વધુનો, ટેન્કર, એક મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.1.66 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા બુટલેગર આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.જિલ્લા LCB દ્વારા આ બાબતે પકડાયેલ ટેન્કર ચાલક થાનારામ દુર્ગારામ જાટ રહે. રાજસ્થાન, માલ મોકલનાર મુકેશ દેવાશી નામનો શખ્સ, માલનો જથ્થો ભરેલું ટેન્કર આપી જનાર અજાણ્યા બે ઇસમો, માલ મંગાવનાર કચ્છનો બુટલેગર તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!