Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

3 ઈસમોએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ

સુરતમાં પરિણીતાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, જેમાં અનૈતિક સંબંધનો ભાંડો ફોડવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ છે,પ્રેમીના મિત્રએ બ્લેકમેઈલ કરી વીડિયો બનાવ્યો હતો અને ધમકી આપી 3 ઈસમોએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ છે, મહીધરપુરા પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ અને પોલીસે મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.શહેરના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતાનું પ્રેમી અને તેના બે મિત્રોએ અનૈતિક સંબંધની જાણ પતિને કરી દેવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નવ વર્ષથી યૌનશોષણનો ભોગ બનેલી પરિણીતાની ફરિયાદને પગલે મહીધરપુરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

Advertisement
error: Content is protected !!