માંડવીના બૌધાન ગામની સીમમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બૌધાનથી ઘલા જતા રોડ ઉપર ખોડી રાયણ પાસે આઈસર ટેમ્પો અને એક્સેસ મોપેડ વચ્ચે ટક્કર થતાં મોપેડ સવાર સુરતના બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બપોરના સમયે સુરતના નવાગામ ડિંડોલી ગામે દીપક ગોપાલ પાટિલ તેના મિત્ર દિવ્યેશ જ્ઞાનેશ્વર મિસ્ત્રી સાથે મોટરસાઈકલ લઈને બૌધાન માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પૂરઝડપે આવતો એક આઈસર ટેમ્પોના ચાલક મુકેશ રાવસાહેબ ધનગડ રહે.જલગાંવ (મહારાષ્ટ્ર)એ ગફલતભરી રીતે હંકારી લાવી યુવકોની મોટરસાઈ કલને ટક્કર મારી હતી. બંને યુવકો રોડ પર પટકાયા હતા. દીપકના માથાના ભાગેથી ટેમ્પોનું વ્હીલ ફરી વળતાં બંનેના મોત થયા હતા. માંડવી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


