ડોલવણના પાટી ગામના ઓલણ નદીના પુલ પાસે વ્યારા ઉનાઈ નેશનલ હાઈવે પર પાછળથી કારને ટક્કર મારતા કાર ચાલકે ઈજા પહોંચી હતી તેમજ કારને પણ નુકશાન પહોંચ્યું ગાતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મૂળ નિઝરના રામદેવ નગરમાં અને હાલ બાજીપુરા તુલસી આચાર્ય માર્ગ બસ સ્ટેશનની પાછળ રહેતા મહેશભાઈ પ્રકાશભાઈ પટેલ (ઉ.વ.૩૧) તારીખ ૨૨/૦૨/૨૦૨૫ નારોજ મોડી સાંજે પોતાના કબ્જાની કાર નંબર જીજે/૨૬/એ/૭૦૩૩માં રૂપેશભાઈ સાથે બાજીપુરા ગામે તેમના ઘરે જતાં હતા તે સમયે પાટી ગામના ઓલણ નદીના પુલ પાસે વ્યારા ઉનાઈ નેશનલ હાઈવે પર પાછળથી આવતી એક કાર નંબર જીજે/૨૧/સીઈ/૪૦૯૩ના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહેશભાઈની કારને પાછળથી ટક્કર મારી હતી જેથી કાર પુલના ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી અને કાર ગોળ ગોળ ફરી જતાં પાછું ડ્રાઈવાર સાઈડે દરવાજામાં ટક્કર મારતા કાર ચાલક મહેશભાઈને શરીરે ઈજા પહોંચી હતી તેમજ કારને પણ નુકશાન પહોંચ્યું હતું. ઘટના અંગે મહેશભાઈ પટેલે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સામે વાળા અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News
સુરત જિલ્લાનાં હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી ઈસમે આત્મહત્યા કરી
September 27, 2026
કીમ નજીક કુડસદ ગામે મંદિરમાં દિન-દહાળે તસ્કરો ત્રાટક્યાં
September 27, 2026
વલસાડ જિલ્લાનાં ડુંગરા ગામમાં મકાનનું તાળું તોડી દાગીનાની ચોરી થઈ
September 27, 2026
Tapi : ટક્કર મારતાં કાર ચાલકને પહોંચી ઈજા, પોલીસ મથકે બનાવ નોંધાયો


