Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદમાં HMVP વાયરસનો બીજો કેસ નોંધાયો

ગુજરાતમાં એચએમપીવી(HMVP)વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં અમદાવાદમાં આ વાયરસનો બીજો કેસ નોંધાયો છે. જેમાં હવે બાળક બાદ વૃદ્ધમાં આ વાયરસ જોવા મળ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં હવે એચએમપીવી વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. આજના કેસની વિગત મુજબ અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધ વ્યક્તિની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવ્યું છે.

આ કેસની મળતી વિગત મુજબ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 80 વર્ષીય વૃદ્ધને 8 જાન્યુઆરીએ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.તેમણે શ્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેથી હોસ્પિટલે એચએમવીપીની એસઓપી મુજબ તેમનો ટેસ્ટ કર્યો હતો અને આઈશોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જોકે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે.આ ઉપરાંત આ અંગે હોસ્પિટલ સત્તાવાળાના જણાવ્યા અનુસાર 80 વર્ષના દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટરી નથી. આ અંગે તાત્કાલિક કોર્પોરેશન અને આરોગ્ય સત્તાવાળાને જાણ કરવામાં આવી છે. તેમજ એકત્ર કરાયેલા નમૂનાને વધુ ચકાસણી માટે અમદાવાદની બીજે મેડિકલ કોલેજ અને ગાંધીનગરની જીબીઆરસીમાં પણ મોકલવામાં આવ્યા હતા.ગુજરાતમાં થોડા દિવસ અગાઉ એચએમવીપી વાયરસનો એક પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયો હતો. જ્યારે આ વાયરસનો બીજો કેસ સાબરકાંઠામાં નોંધાયો હતો. તેની બાદ ગુરુવારે અમદાવાદમાં વધુ એક કેસ નોંધાતા ગુજરાતમાં એચએમવીપીના કુલ 3 કેસ નોંધાયા છે.

Advertisement
error: Content is protected !!