Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

ત્રણ છોકરીની છેડતીનો મામલો : 700થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ આરોપીની ધરપકડ કરાઈ

સુરતના ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બરે રસ્તા પર જતી ત્રણ છોકરીની છેડતીનો મામલો સામે આવ્યો હતો. આરોપીની હરકત સીસીટીવીમાં કેદ થઈ હતી.9 ડિસેમ્બરે આ વીડિયો વાઇરલ થયો હતો. પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને 700થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ 19 વર્ષીય આરોપી નઈમુદ્દીન અરમાન અબ્દુલ ઝબ્બારની ધરપકડ કરી હતી. આરોપી સુધી પહોંચવા પોલીસે અલગ અલગ એંગલથી ફૂટેજ ચેક કર્યા હતા.

સીસીટીવી ફૂટેજ મુજબ, આરોપી મોપેડ પર બેઠેલી એક યુવતી પાસે જઈને છેડતી કરે છે. છોકરી ડરના માર્યા ભાગી ગઈ હતી. જે બાદ આરોપીએ આગળ જઈને વધુ બે છોકરીઓ સાથે પણ આવી ગંદી હરકત કરી હતી. આ છોકરીઓ પણ ડરની મારી ત્યાંથી ભાગી ગઈ હતી. પોલીસે અનેક કલાકો સુધી વિવિધ એંગલથી ફૂટેજ ચેક કર્યા અને બાદમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, આરોપીને પકડવા માટે ટેકનિકલ ટીમ અને બાતમીદારોની મદદ લેવાં આવી હતી. પોલીસ હાલ આરોપીએ અત્યાર સુધીમાં આવી કેટલી ઘટનાને અંજામ આપ્યો છે તેની પૂછપરછ કરી રહી છે. ઉપરાંત પોલીસ આરોપીને કડક સજા થાય તે માટે પૂરતા પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, છેડતીની ઘટના 8 તારીખે બની હતી અને તેના 24 કલાક બાદ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ સ્થિતિમાં આરોપીની ધરપકડ કરવી મુશ્કેલ હતી.

Advertisement
error: Content is protected !!