Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

ડમ્પરના ચાલકે માલધારીના 40 જેટલા ઘેટા-બકરાને અડફેટે લેતા મૃત્યુ પામ્યા,આ અકસ્માતમાં માલધારીનું પણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઈવે પર પૂરપાટ આવી રહેલા ડમ્પરના ચાલકે માલધારીના 40 જેટલા ઘેટા-બકરાને અડફેટે લેતા મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતમાં માલધારીનું પણ મૃત્યુ થયું છે. હતા. હાઇવે પર મૂંગા પશુઓના મૃતદેહોની લાઇનો જોવા મળી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ જતાં રોડની બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે રસ્તે જઈ રહેલા ઘેટાં-બકરાઓને અડફેટે લીધા હતા, જેમાં અંદાજે 40 ઘેટાં બકરાના મોત થયા છે. આ અકસ્માતની ઘટનામાં માલધારીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને ઍમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની વિગતો મળ્યા બાદ સાયલા પોલીસ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. સાયલા-પાળીયાદ હાઇવે પર બેફામ દોડતા ડમ્પરના ચાલકે અંદાજે 40થી વધુ ઘેટા અને બકરાને અડફેટે લેતા મોત નીપજતા ચકચાર મચી હતી.

Advertisement
error: Content is protected !!