Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

ભુજમાં આંખ ઉઘાડતો કિસ્સો,મોબાઈલ ફોન પર વાત કરવામાં મશગુલ બનેલી યુવતી કૂવામાં ખાબકી

સ્માર્ટફોન આજે લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. તેના વગર લોકો થોડીવાર પણ રહી શકતા નથી. ભુજમાં આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ ફોન પર વાત કરવામાં મશગુલ બનેલી ૨૨ વર્ષની કાજલ લાલજી વાઘેલા તેના પરિવારજનોની નજર સમક્ષ દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલા ખુલ્લા અવાવરુ કૂવામાં ખાબકી હતી. જેને લઈ મૃત્યુ પામતાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ હતી.

બનાવ સંદર્ભે માનકૂવા પોલીસ મથકના પી.આઇ. ડી.એન.વસાવાએ આપેલી જાણકારી મુજબ, ભુજના શ્રમિક વિસ્તારમાં રહેનારો પરિવાર ત્રિમંદિરની સામેના નરનારાયણ નગરથી સુખપર તરફ જતા માર્ગે આવેલા દંતેશ્વર મહાદેવના મંદિરની પાછળના ભાગે કચરો વીણવા ગયો હતો. આ પરિવારની યુવતિ કાજલ ફોન પર વાત કરતી હતી ત્યારે ત્યાં આવેલા અવાવરુ કૂવામાં પડી ગઇ હતી. હતપ્રભ બની ગયેલા પરિવારે દેકારો મચાવતાં એકઠા થયેલા લોકોએ ભુજના ફાયર સ્ટેશનના કન્ટ્રોલ રૂમને જાણ કરતાં ક્વિક રિસ્પોન્સ વ્હીકલ સાથેની ટુકડી ઘટના સ્થળે ધસી આવી હતી. આ અવાવરું કુવામાંથી ભારે જહેમત બાદ યુવતિનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસે આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!