Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણા નજીક હાઇવે ઉપર 46 વર્ષીય પરણીતાનું અકસ્માતમાં ગંભીર ઇજાઓ સાથે મોત નીપજ્યું

પલસાણા મેઘા પ્લાઝા, રાજ ક્રિષ્ના રેસિડન્સી, રૂમ નં.502 માં રહેતી અને મૂળ યુ.પીની 46 વર્ષીય પરણીતાનું અકસ્માતમાં ગંભીર ઇજાઓ સાથે મોત નીપજ્યું હતું.

સુમન શ્યામ પુજન ગુપ્તા પલસાણા એસ.ડી જૈન સ્કૂલની સામે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવે નં.48 ઉપરથી પગપાળા રસ્તો ક્રોસ કરી રહી હતી. દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સુમનબેનને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહનનો ચાલક ફરાર થઇ ગયો હતો.અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાને માથા,પગ તથા શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેણીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પલસાણા પોલીસને જાણ થતાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!