Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

નાયબ પોલીસ અધિક્ષક દેશી શરાબના જથ્થા સાથે પીધેલી હાલતમાં પકડાયા

પૂર્વ કચ્છના ભચાઉ એસ.આર.પી કેમ્પમાં ફરજ બજાવનારા નાયબ પોલીસ અધિક્ષક સુરેશ એસ.બામણીયાને હળવદ-માળીયા ધોરીમાર્ગ પર સ્થાનિક પોલીસે ત્રણ લીટર દેશી શરાબના જથ્થા સાથે પીધેલી હાલતમાં ઝડપી લેતાં રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર પ્રસરી છે.

હળવદ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રીના સમયે હળવદ-માળીયા ધોરીમાર્ગ પરના રણજીતગઢ ગામ પાસે રસ્તામાં ઉભેલી એક કાર સાથે નશો કરેલી અવસ્થામાં રહેલા સુરેશ બામણીયાએ પોતાની કારને અથડાવીને અકસ્માત સર્જયો હતો. બનાવ સ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત કારની તપાસ દરમ્યાન પોલીસને પીધેલી હાલતમાં રહેલા પોલીસ અધિકારી પાસેથી ચાર બોટલ દેશી દારૂ અને એક ખાલી બોટલ મળી આવી હતી.પોલીસે દેશી દારૂ તેમજ લકઝરી કાર મળીને કુલ ૧૨,૦૦૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!