Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

ઓનલાઇન ગેમમાં રૂ.૨.૩૫ લાખ હારી જતા યુવાને આત્મહત્યા કરી

સુરત શહેરના કતારગામમાં ઘનમોરા પાસે ઓનલાઇન ગેમમાં રૂ.૨.૩૫ લાખ હારી જતા માનસિક તાણ અનુભવતો હોવાથી યુવાને આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામમાં ધનમોરા ખાતે જે.કે.પી નગરમાં રહેતો ૨૦ વર્ષીય હર્ષ પ્રવિણ સાપરા ગુરુવારે બપોરે ઘર પાસે તેના મિત્રના ઘરે ઝેરી દવા પી ગયો હતો. જેતી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. પોલીસે કહ્યુ કે, હર્ષ મુળ જુનાગઢનો વતની હતો. જોકે તે ઓનલાઇ ગેમમાં રૂ.૨.૩૫ લાખ હારી ગયો હતો. જેના લીધે તે સતત ટેન્શન અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હતું. તેનો એક ભાઇ છે. તેના પિતા ચ્હાની દુકાન ચલાવે છે. જયારે તે ઓનલાઇ પૈસાના ટ્રાન્જેકશનનું કામ કરતો હતો. આ અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!