Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણા : અતિ દુર્લભ પ્રજાતિના કાંટા વાળું વન્યજીવ રોડ અકસ્માતમાં ઘાયલ

પલસાણાના બારાસડી ગામ કટારીયા શો-રુમ પાસે એક અજાણ્યાં વાહન અડફેટે અતિ દુર્લભ પ્રજાતિના કાંટા વાળું વન્યજીવ રોડ અકસ્માતમાં ઘાયલ થયું હતું. ત્યાંથી પસાર થતા એક યુવાને વન્યજીવને જોઈ બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમને જાણ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારસડી ગામની સીમમાં કટારીયા શોરૂમ નજીક ઘાયલ હાલતમાં એક કથા વાળું વન્ય જીવ જોવા મળ્યું હતું. ત્યાંથી પસાર થતા એક ઇસમે તેને જોઈ ઘટનાની જાણ સોયાણી ગામના સરપંચ જીતેન્દ્ર ઉમરેકરને કરી હતી. જીતેન્દ્રએ બારડોલીના ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરતા જતીન રાઠોડ, ફેનિલ પટેલ, પ્રિયંક પરમાર, અવિન પરમાર ઘટના સ્થળે જઈ જોતા Porcupine ( શાહુડી ) નામનું દુર્લભ વન્યજીવ હતું. અકસ્માતમાં કમરનો ભાગ તુટી ગયો હતો. એક કલાકની ભારી જહેમત બાદ શાહુડીને પકડી બારડોલી ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના સેન્ટર પર લાવી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ જતીન રાઠોડે પલસાણા વનવિભાગ ના આર.એફ.ઓ ધીરુભાઈ ડાંભલાને જાણ કરતા પલસાણા વનવિભાગના કર્મચારી શાહુડીનો કબજો લઈ ઉપલા અધિકારના માર્ગદર્શન હેઠળ સુરત અથવા નવસારી સારવાર કરાવવામાં આવનાર છે. અતિ દુર્લભ ગણાતા આ વન્યજીવને ખાવા માટે અને એના કાંટાને કાળી વિધ્યામાં ઉપયોગ કરતા હોવાથી શાહુદડીનો વધુ પ્રમાણમાં શિકાર થતો રહ્યો છે. ભારત દેશમાં નામસેશ થઈ રહેલા આ વન્યજીવની સંખ્યા દિનપ્રતિદિન ઓછી રહી છે. આ વન્યજીવ પરિવારમાં રહેવાનું પસંદ કરે છે. અને જમીનની અંદર દર બનાવી અથવા બખોલમાં વસવાત કરે છે. આ જીવ શાકાહારી છે પાચન શક્તિ માટે મૃત જાનવરના હાડકા ખાય છે.

Advertisement
error: Content is protected !!