Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

હેલિકોપ્ટરમાં સવાર કોસ્ટ ગાર્ડના 4 જવાનોમાથી બેનાં મૃતદેહ હાથ લાગ્યા,હેલિકોપ્ટરનો કાટમાળ પણ મળી આવ્યો

ગુજરાતમાં ઉભી થયેલી પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્યમાં સામેલ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ધ્રુવે પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. હેલિકોપ્ટરમાં સવાર કોસ્ટ ગાર્ડના 4 જવાનોમાથી બેનાં મૃતદેહ હાથ લાગ્યા હતા. જ્યારે હેલિકોપ્ટરનો કાટમાળ પણ મળી આવ્યો છે.

આ ઘટનાની મળતી વિગત પ્રમાણે, ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે એમટી હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં બે પાઈલટ અને બે ડ્રાઈવર સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ હેલિકોપ્ટર ગુજરાતમાં પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને રાહત સામગ્રી પહોંચાડવામાં સામેલ હતું આ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડે 4 જહાજ અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.ગુજરાતમાં પૂર અને ચક્રવાત દરમિયાન અત્યાર સુધીમાં ભારતીય કોસ્ટ ગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે 67 લોકોના જીવ બચાવ્યા છે. કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 11 વાગ્યે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તબીબી બચાવ માટે હેલિકોપ્ટરને મોકલવામાં આવ્યું હતું. જ્યારે ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ડ્રાઇવરનો બચાવ થયો હતો. હેલીકોપ્ટરનો કાટમાળ પણ મળી આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર એક જહાજ પાસે પહોંચવા જઈ રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે હાલમાં સર્ચ ઓપરેશનમાં 4 જહાજોને ઉતાર્યા હતા.

Advertisement
error: Content is protected !!