Explore

Search

August 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Dang : સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે, ડાંગ જિલ્લાના માલેગામ સ્થિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં શાળા સંચાલકો, વિધાર્થીઓ તેમજ ડાંગના ત્રિદિવસીય અભ્યાસ પ્રવાસે આવેલી, ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં, બે મીનીટ મૌન પાળી કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના સંચાલક શ્રી પી.પી. સ્વામીજી તેમજ સમિતિ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ શ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ, કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ જવાનોને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

દરમિયાન સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાધાણીએ શાળાની મુલાકાત લઈ, વિધાર્થીઓ સાથે વિજ્ઞાન વિષયને અનુરૂપ પ્રશ્નોતરી કરી શુભેચ્છાઓ પાઠવી, શાળાની સિદ્ધિઓને બિરદાવી હતી. આ સાથે જ શાળાના ટ્રસ્ટ્રી તેમજ રાજ્ય સભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓની સરાહના કરી હતી.

Advertisement
error: Content is protected !!