ચોમાસૂ સિઝન–૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પૂર અને વાવાઝોડાની પરિસ્થિતિમાં, ચોમાસાની રૂતુ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનના અગમચેતીના પગલા સ્વરૂપે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કક્ષાએ તારીખ ૧ જૂન ૨૦૨૪થી રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવાની ઉચ્ચસ્તરીય સૂચના મળી છે.જે અન્વયે ડાંગ જિલ્લામાં પણ મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં ચીટનીશ શાખા ખાતેના ટેલિફોન નંબર ૦૨૬૩૧-૨૨૦૩૧૨ ઉપર સતત રાઉન્ડ ધી ક્લોક ૨૪ કલાક કન્ટ્રોલ શરૂ કરવામાં આવેલ છે. આ સાથે જ અહિં ૨૪ કલાક ફરજ માટે કર્મચારીઓની નિયુક્તી કરી કામગીરી સોંપવામાં આવેલ છે.
તારીખ ૧ જૂન થી ૩૧ ઓગસ્ટ સુધી સતત રાઉન્ડ ધી ક્લોક ૨૪ કલાક દેખરેખ રાખવા માટે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા, તાલુકા અને જિલ્લા કન્ટ્રોલ રૂમને સ્ટેટના કન્ટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

