Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

Vadodara : એક કોમ્પલેક્ષની દિવાલ ધરાશાયી થયાની ઘટના

વડોદરા : રાજ્યમાં વરસાદના પગલે વડોદરામાં એક મોટી જાનહાનિ ટળી છે, વરસાદ વચ્ચે ગોત્રી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષની દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશાયી થવાના કારણે તેની બાજુમાં પાર્ક કરેલી કાર પર કાટમાળ પડતા ભારે નુકશાન પહોંચ્યું છે. આ વાત પરથી અંદાજો લગાડી શકાય કે, કઇ દિવાલ ક્યારે પડશે તેનો અંદાજો કોઇ લગાડી શકે તેમ નથી.

જ કે હવે, વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા ચોમાસાની રૂતુને ધ્યાને રાખીને જર્જરિત મકાનોમાં કોઇ હાદસો ન થઇ જાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે વડોદાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઇટ્સ બિલ્ડીંગની એક તરફની કમ્પાઉન્ડ વોલની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં પાસે પાર્ક કરેલી બે કારને નુકશાન પહોંચ્યું છે. સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ટુકટે ટુકડે વરસાદ મન મુસીને વરસી રહ્યો છે. ત્યારે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઇટ્સમાં વરસાદ વચ્ચે રોડ સાઇડ તરફની આવેલી દિવાલનો એક ભાગ જમીન દોસ્ત થઇ ગયો છે. જેને કારણે બિલ્ડીંગના રહીશો દોડીને આવ્યા છે. આ ઘટનામાં પાસે પાર્ક કરેલી બે કાર પર કાટમાળ પડતા મોટું નુકશાન પહોંચ્યું છે પણ કોઈ જાનહાનિ થવા પામી નથી તે સારી વાત છે.

 

 

Advertisement
error: Content is protected !!