Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

Rajkot : આજી-2 ડેમના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા તંત્રની સૂચના

રાજકોટ : રાજ્યમાં હવે ચોમાસુ બરાબર બેસી ગયું છે ત્યારે, રાજકોટ જિલ્લાના આજી-2 સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ 90% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગધાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવાયું છે. તેમજ તંત્ર દ્વારા રૂબરૂ સ્થળ પર જઈને પણ લોકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.

Advertisement
error: Content is protected !!