Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉદયપુરના ગોગુંડા પિંડવારા હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, 5 લોકોના મોત

ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં ગોગુંડા પિંડવારા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે રસ્તા પર ચાલતા લોકોને ટક્કર માર્યા બાદ ઊંડી ખાઈમાં પડ્યું. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં ટ્રેલરનો ડ્રાઈવર અને ઓપરેટરનો પણ સમાવેશ થયા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં એક હાઈસ્પીડ ટ્રેલર પસાર થઇ રહ્યું હતું. જેણે રસ્તા પર ચાલતા લોકોને ઘેરી લીધા હતા. જે બાદ ટ્રેલર બેકાબુ થઈને ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવર અને ઓપરેટર સિવાય અન્ય ત્રણ લોકોના પણ મોત થયા છે, જેઓ બેકારિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ 108 અને હાઈવેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતદેહોને પોતાના કબજામાં લીધા છે. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. સ્વજનોના આગમન બાદ જ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થશે. આ અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

Advertisement
error: Content is protected !!