Explore

Search

March 8, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News: ચીખલીના મજીગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: દમણનો બુટલેગર વોન્ટેડ

ચીખલી પોલીસ મથકે વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો નોંધાયો છે. મજીગામ પાસે પોલીસે વોચ ગોઠવી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દમણના એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે.મળતી માહિતી મુજબ, શુક્રવાર, ૦૬ માર્ચ  ના રોજ વહેલી સવારે ચીખલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન મજીગામ ગામની સીમમાં, કાલાખાડી પાસે આવેલ સ્વામીનારાયણ મંદિર નજીક એક શંકાસ્પદ સફેદ કલરની મારુતિ સુઝુકી ૮૦૦ કાર નંબર જીજે/૨૧/૯૭૪૯ને આંતરવામાં આવી હતી.પોલીસે કારની તલાશી લેતા તેમાંથી બે કાપડની બેગ મળી આવી હતી, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વ્હીસ્કીની કુલ ૧૩૪ નંગ બોટલો જેની કિંમત રૂપિયા ૨૦,૧૦૦/- તથા મારુતિ સુઝુકી કાર અને આરોપી પાસેથી મળેલ એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.સ્થળ પરથી પોલીસે પીયુષ સંજયભાઇ રાઠોડ (રહે. મલવાડા, તા. ચીખલી) ને ઝડપી પાડ્યો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો દમણ ખાતે રહેતા મિતેષ નામના શખ્સે ભરી આપ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ચીખલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!