Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Chembur : “સુરમયી શામ” સંગીતપ્રેમીઓ માટે યાદગાર સાંજ બની

સુર સરગમ ક્લાસીસ ની સ્થાપિકા અને જાણીતી સંગીત શિક્ષિકા કલ્પના મહેતા દ્વારા ૨૮મી જૂને એક ભવ્ય સંગીત સંધ્યા **”સુરમયી શામ”**નું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બુરના ફાઈન આર્ટ્સમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નંદુ ઓર્કેસ્ટ્રા મ્યુઝિશિયન ગ્રુપ સાથે મળીને આશરે ૩૨ ગાયકોએ ભાવપૂર્ણ પ્રસ્તાવનાઓ આપી હતી.કાર્યક્રમની શરૂઆત દરેક ગાયકના રીહર્સલ વીડિયો ક્લિપ દ્વારા કરવામાં આવી.બાદમાં કલ્પનાબેન મહેતા માટે ખાસ ગીત રજૂ કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓની જૂની સ્મૃતિઓને રેટ્રો ફોટોગ્રાફ્સ દ્વારા જીવંત બનાવવામાં આવી હતી. ગીતના રચયતા બીજલ જગડ રહ્યા હતા અને એને સંગીતબદ્ધ તેમનાં મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું, જેને શ્રોતાઓએ ભાવુકતાપૂર્વક માણ્યું.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે કવિતાબેન પારેખ અને રીટાબેન બગરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.ગાયકોએ તથા તેમના પરિવારો માટે સરસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી .તથા દરેક ગાયકને પ્રમાણપત્ર આપવાનું આયોજન ખાસ નોંધપાત્ર રહ્યું.

કલ્પનાબેન મહેતા છેલ્લા ૧૩ વર્ષથી સંગીત શિક્ષણ આપતા ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓ માટે આવા મૂલ્યવાન કાર્યક્રમો રજૂ કરવા માટે કટિબદ્ધ છે. “સુરમયી શામ” એ સંગીત અને સમર્પણનો સરસ મિલન ઊજાગર કરી રહ્યું છે , જેને દર્શકોએ ખૂબ માણ્યું અને પસંદ કર્યું હતું.

Advertisement
error: Content is protected !!