વલસાડ જિલ્લાનાં પારડીનાં દમણીઝાંપા નજીક નેશનલ હાઈવે ઉપરથી મહિન્દ્રા થારમાં લઈ જવાતો રૂપિયા ૨.૫૬ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આમ, પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે, સેલવાસથી એક મહિન્દ્રા થારમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીનાં આધારે એલ.સી.બી.ની ટીમે પારડી મામલતદાર કચેરી સામે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમીવાળી થાર આવતા તેને અટકાવી તપાસ કરતાં થાર કારમાંથી રૂપિયા ૨,૫૬,૦૮૦/-નો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ, પોલીસે થાર કાર જેની કિંમત રૂપિયા ૭ લાખ તથા બે નંગ મોબાઈલ કુલ રૂપિયા ૯,૬૬,૦૮૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પોલીસે થારનાં ચાલક યોગેશ ઉર્ફે અંશુ તીવારી, અજીત ઉર્ફે ગુરુ ચૌધરી અને સંદીપ ઉર્ફે કુક્કી માહોરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં દારૂનો જથ્થો સુરત શહેરનાં ગોડાદરા વિસ્તારમાં પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું હતું. જયારે પોલીસે દારૂ મંગાવનાર સાહિલ (રહે.ગોડાદરા, સુરત) તથા દારૂનો જથ્થો ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


