સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સાયણ ટાઉનમાં રહેતા બે પરપ્રાંતી શ્રમિકોના કુલ રૂપિયા ૩૦ હજારની મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, મોબાઈલ ચોરીની પહેલી ઘટનામાં મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના ગૌડા જિલ્લાનો વતની સાબિર અલી ઈલ્યાસ શાહ હાલમાં સાયણ સુગર રોડ ઉપર સી.એન.જી. પંપની પાસેના હૈદરી એપાર્ટમેન્ટમાં રહી મજૂરી કામ કરે છે.
જોકે ગત શનિવારે સવારે ચોર તેના મકાનની બારી બહારથી ખોલી ઘરમાં પ્રવેશ કરી હોલમાં મૂકેલા તેના રૂપિયા દસ-દસ હજારની કિંમતના બે ફોન ચોરી ગયો હતો. જયારે ચોરીની બીજી ઘટનામાં મૂળ રાજસ્થાન રાજ્યના પ્રતાપગઢ જિલ્લાનો શ્રમિક બંસીલાલ ધારજી ડામોર હાલમાં રોયલ સોસાયટીમાં બનતા નવા મકાનમાં પડાવ નાખીને રહે છે. તેનો રૂપિયા ૧૦ હજારનો ફોન કોઈ ચોર ઈસમ મકાનમાંથી ચોરી ગયો હોવાની ફરીયાદ નોંધાઈ હતી.(સૌજન્ય)


