સુરત જિલ્લાનાં પીપોદરા જીઆઈડીસીમાં આવેલ કાપડ બનાવતી એક ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નિકળતા નાસભાગ મચી હતી. મળતી માહિતી મુજબ, પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક શ્રી અંબાજી ફાઇબર્સ નામની યાર્ન અને કાપડ બનાવતી કંપનીમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. આ આગમાં કંપનીમાં રહેલી મશીનરી, કાચો માલ, કાપડ, યાર્નનો જથ્થો, તૈયાર માલ સહિતનો માલ મટીરીયલ્સનો જથ્થો અને કંપનીનું બિલ્ડીંગ બળીને ખાખ થઈ ગયું હતું. આ આગની જ્વાળાઓને જોઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં કામરેજ, વરાછા, સુમિલોન સહિત પાંચ જેટલી ફાયર બ્રીગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી ૧૦ કલાકની ભારે જહેમત અને મહેનતનાં અંતે બેકાબુ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આ આગને કારણે કંપની માલિકને મોટું આર્થિક નુકસાન થયું હતું. જોકે સદ્દનસીબે આગનાં આ બનાવમાં મોટી જાનહાનિ ટળી હતી.(સૌજન્ય)(file photo)


