Explore

Search

October 6, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજ પોલીસે મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચારનાર શખ્સ સામે ફરીયાદ નોંધી

સુરત જિલ્લાનાં હીરાબાગ વિસ્તારમાં રહેતી અને મૂળ ભાવનગરનાં તળાજાની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નનું વચન આપી શારીરિક શોષણ આચર્યા બાદ તરછોડી દેનાર રિક્ષા ચાલક સામે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવની વિગત એવી છે કે, પરિણીતા વર્ષ-૨૦૨૧ દરમિયાન પોતાના પતિ અને બે સંતાનો સાથે કામરેજ ચાર રસ્તા નજીક રહેતી હતી છે. નોકરીએ અવર-જવર દરમિયાન તેની મુલાકાત રિક્ષા ચાલક આનંદ અશોક ઝીઝુવાડીયા સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ પાંગર્યો હતો.

આ દરમિયાન ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ નારોજ પતિની ગેરહાજરીનો લાભ ઉઠાવી આનંદ પરિણીતાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે પરિણીતા સાથે લગ્ન કરવાનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આમ બંને વચ્ચે અવારનવાર શારીરિક સંબંધો બંધાતા રહ્યા હતા. આ પ્રેમ પ્રકરણની જાણ પતિને થતા દંપતી વચ્ચે તકરાર શરૂ થઈ હતી. જેના પરિણામે આનંદના ભરોસે પરિણીતાએ ૨૭ મે ૨૦૨૩ નારોજ પતિ સાથે કાયદેસરપણે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા બાદ આ મહિલા આનંદ સાથે કામરેજ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં રહેવા લાગી હતી.

ત્યારે આ સમયગાળા દરમિયાન પણ આનંદ લગ્નનું વચન આપી સતત તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો. મહિલાએ લગ્ન કરવા દબાણ કરતા જ આરોપી આનંદ તેને છોડીને ફરાર થઈ ગયો હતો. મહિલાને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેણે કામરેજ પોલીસ સ્ટેશનમાં આનંદ અશોક ઝીઝુવાડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!