Explore

Search

October 6, 2026

Contact us -7820092500

IAS Coaching

માંગરોળનાં પીપોદરા ગામે રૂપિયાની લેતીદેતી મામલે યુવક પર હુમલો

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં પીપોદરા જીઆઈડીસીમાં ઉછીના આપેલા રૂપિયાની લેતી દેતી મામલે યુવક પર ચાર ઈસમોએ લાકડાનાં ફટકા વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનાં ડીથ ગામનો વતની અને હાલ માંગરોળના પીપોદરા જીઆઇડીસીમાં બંસરી ટેક્સટાઇલ પાર્કમાં રહેતો ૨૦ વર્ષીય જીતેન્દ્ર છત્રપાલ શાહુ રાત્રે ગુટકા લેવા નીકળ્યો હતો. ત્યારે બંસરી ટેક્સટાઇલ પાર્કમાં અગાઉથી કાવતરું રચીને બેઠેલ ચાર શખ્સોએ તેને રસ્તા વચ્ચે જ ઊભો રાખી આપેલ ઉછીના રૂપિયાની માંગણી કરી હતી. જેથી જિતેન્દ્રએ હાલ પોતાની પાસે રૂપિયા ન હોવાનું જણાવતા તમામે ગાળાગાળી કરી હતી.

સમીર કપલેન્દર સ્વાંઈ નામના આરોપીએ જિતેન્દ્રના માથામાં લાકડાનો ફટકો માર્યો હતો, ટકલુ ઉર્ફે સ્વાધીનકુમાર લાબોનીય બહેરા તેમજ લંબુ અને કાલીયા નામના અન્ય બે ઈસમોએ પણ જિતેન્દ્રને ઢીકમુક્કીનો મારમારી નાસી છૂટ્યા હતા. જિતેન્દ્રને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવકના મોટા ભાઈ ધર્મેન્દ્ર છત્રપાલ શાહુએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર  સમીર કલપેન્દર સ્વાંઈ, ટકલુ ઉર્ફે સ્વાધીનકુમાર લાબોનીય બહેરા, લંબુ અને કાલીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો રદ્દ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!