Explore

Search

September 26, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત સિવિલનાં એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડૉક્ટરે હાથની નસ કાપી જીવન ટૂંકાવ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક તબીબના આપઘાતની સનસનીખેજ અને દુઃખદ ઘટના સામે આવી છે. સિવિલના એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડૉક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ કોઈ ધારદાર વસ્તુ વડે પોતાના હાથની નસ કાપીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તબીબે કોઈ કારણોસર ગંભીર પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ જ મહિનાના ટૂંકા ગાળામાં જ બીજા ડૉક્ટરે આપઘાત કર્યો હોવાની આ સતત બીજી ઘટના બનતાં સમગ્ર હોસ્પિટલ તંત્ર અને તબીબી વર્તુળોમાં અરેરાટી સાથે ભારે અફરાતફરી મચી ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના કારણો જાણવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ ગત મહિનામાં અરવલ્લીના મોડાસાના વતની અને માર્ચ 2026માં MD માઇક્રોબાયોલોજીમાં પ્રવેશ મેળવનાર ડૉ. હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટના રોજ સુરત સિવિલ હોસ્પિટલની હોસ્ટેલના રૂમ નં.1005માં ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં પિતાની અરજીના આધારે એન્ટી-રેગિંગ સ્ક્વોડે 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરી ચાર સિનિયર તબીબો ડૉ.નિરાલી વસાવે, ડૉ.અનુજ મહેશ્વરી, ડૉ.દીક્ષિતા ઘેવરિયા અને ડૉ.હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા.

ત્યારબાદ પિતા સુભાષચંદ્રની ફરિયાદના આધારે ખટોદરા પોલીસ મથકે ચારેય આરોપી ડૉક્ટરો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા, ગેરકાયદે અટકાયત, ઈરાદાપૂર્વક અપમાન, ગુનામાં મદદગારી તેમજ એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!