Explore

Search

September 26, 2026

Contact us -7820092500

IAS Coaching

વડોદરાનાં ગોલ્ડન ચોકડી પાસેથી કારમાંથી લાખો રૂપિયાનાં દારૂ સાથે ચાલક પકડાયો

વડોદરાનાં ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી પોલીસે એક કારમાંથી રૂપિયા 9.96 લાખનો દારૂ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ છેલ્લા ચાર દિવસમાં ત્રણ સ્થળેથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. શહેર પોલીસે ગણેશ વિસર્જન નિમિત્તે પેટ્રોલિંગ દરમિયાન ગોલ્ડન ચોકડી પાસેથી દારૂનો વધુ એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

જોકે ડીસીપી ઝોન-૪નાં સ્કવોડ દ્વારા ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે એક બોલેરોને આંતરીને તપાસ કરતાં તેમાં મુકેલા 20 જેટલા કેરેટની પાછળથી કુલ 3600 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 9.96 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આમ, પોલીસે કારના ચાલક ભાગીરથ સોનારામ ગોડ (નોખડા, બારમેર રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર કારના માલિક કાંતિલાલ ધાનાજી તેમજ દારૂ લેવા આવનાર સહિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!