Explore

Search

September 26, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Ahemdabad : વિસર્જન કરતી વખતે બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ, પોલીસ તપાસ શરૂ

અમદાવાદ જિલ્લાનાં બાવળા તાલુકાનાં બગોદરા નજીક ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સર્જાય હતી. બગોદરા અને શિયાળ ગામ વચ્ચે આવેલા તળાવમાં ગણેશ વિસર્જન કરતી વખતે બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી એક યુવકને સ્થાનિકોએ ત્વરિત કામગીરી કરી બચાવી લીધો હતો, જ્યારે બીજા યુવકનો મોડી રાત સુધી પતો ન મળ્યા બાદ આજે સવારે મૃતદેહ મળી આવ્યાં હતા. મળતી માહિતી અનુસાર, ગણેશ વિસર્જન દરમિયાન બંને યુવકો તળાવમાં ડૂબવા લાગતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીમાં કૂદીને એક યુવકને સલામત રીતે બહાર કાઢી લીધો હતો.

જોકે, બીજો યુવક ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં ગાયબ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મોડી રાત સુધી વ્યાપક શોધોખોળ હાથ ધરી હતી, પરંતુ યુવકની કોઈ ભાળ મળી નહોતી. આજે સવારે ફાયર વિભાગ અને સ્થાનિક લોકો રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહમત બાદ ઊંડા પાણીમાંથી હર્ષરાજ ચૌહાણ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે બગોદરા હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!