Explore

Search

September 26, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Ahemdabad : કારખાનામાં કામ દરમિયાન લિફ્ટ માથામાં વાગતાં શ્રમિક મહિલાનું મોત નીપજ્યું

અમદાવાદના ઓઢવ વિજય એસ્ટેટમાં આવેલા એક કારખાનામાં કામ દરમિયાન લિફ્ટ માથા તેમજ ચહેરાના ભાગે વાગીતાં 42 વર્ષીય શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના બાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ઓઢવ મહેશ્વરીનગર, કમલેશ પાર્કમાં રહેતા 44 વર્ષીય પ્રદિપ પાલની પત્ની સીમાદેવી પાલ છેલ્લા ચારેક વર્ષથી ઓઢવ એક કરખાનામાં નોકરી કરતા હતા.

ગતરોજ સવારે સીમાદેવી કારખાનામાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક માથા તથા ચહેરાના ભાગે લિફ્ટ વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ બાજુના કારખાનામાં કારમ કરતા તેના સંબંધીએ પ્રદિપકુમારને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત સીમાદેવીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મામલે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!