Explore

Search

August 3, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉપરવાસના ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક 4.89 લાખ ક્યુસેકે પહોંચી, તંત્ર હાઈ એલર્ટ પર

દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય પ્રદેશ–મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. શનિવારે સાંજે 6 વાગ્યે ડેમમાં 4,89,030 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જ્યારે માત્ર 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

છેલ્લા 18 કલાકમાં ડેમની જળસપાટીમાં 4.58 ફૂટનો વધારો નોંધાતા સપાટી 323.96 ફૂટ સુધી પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ હોવાથી વહીવટી તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.બીજી તરફ સુરતના કતારગામ–રાંદેર વિયર કમ કોઝવે પરથી 86,536 ક્યુસેક પાણી તાપી નદીમાં વહેતા કોઝવેની સપાટી 7.52 મીટર સુધી પહોંચી છે.સુરત જિલ્લા વહીવટી તંત્રએ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર રાખ્યું છે અને નાગરિકોને નદીકાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.

Advertisement
error: Content is protected !!