Explore

Search

September 27, 2026

Contact us -7820092500

IAS Coaching

માંગરોલના સીમોદ્રા ગામેથી વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

સુરત ગ્રામ્ય એલ.સી.બી શાખાની ટીમ જ્યારે માંગરોલ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે અ.હે.કો. કાર્તિકગીરી ચેતનગીરી અને અમૃતભાઈ ધનજીભાઈને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે સીમોદ્રા ગામે ભરવાડ ફળિયામાં શંભુભાઈ વસાવાના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં મુંબઈથી નીકળતા ટાઈમ મીલન બજારના વરલી મટકાના આંકડા પર જુગાર રમાડતા એક ઇસમને પોલીસે રેડ પાડીને રંગેહાથ ઝડપી લીધો હતો.

પોલીસે પકડાયેલા આરોપી સાશ્વતભાઈ રમેશભાઈ વસાવા (ઉં.વ. ૩૫, રહે. વેલાછા ગામ, મસ્જિદ ફળિયું, તા. માંગરોલ) પાસેથી કુલ રૂ. ૧૧,૯૮૦/- ની રોકડ રકમ તેમજ આંકડા લખવાની ડાયરી, બોલપેન અને રાઈટિંગ પેડ કબ્જે કર્યા છે. આ જુગારની પ્રવૃત્તિ ચલાવનાર અન્ય આરોપી સુરેશભાઈ સોમાભાઈ વસાવા (રહે. કોસાડી, તા. માંગરોલ)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા આરોપીને મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે માંગરોલ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

Advertisement
error: Content is protected !!