Explore

Search

July 18, 2026

Contact us -7820092500

IAS Coaching

પોલીસની મોટી સફળતા: મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા

મોટરસાયકલ ચોરીના ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં કુકરમુંડા પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતેથી આ બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત ૨૬ મે ૨૦૨૬ ના રોજ કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આશ્રવા ગામે ગણપતિ મંદિર સામેથી હિરો હોન્ડા સ્પેલન્ડર પ્રો મોટરસાયકલની ચોરી થઈ હતી. આ અંગે વિજયસીંગ સાધ્યાભાઈ તડવી (રહે. તલોદા, મહારાષ્ટ્ર) એ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અગાઉ આ ગુનામાં ચોરીના સ્પેર પાર્ટ્સ સાથે બે આરોપીઓ (ફરદિન પઠાન અને રેહાન પીજારી) ની ધરપકડ કરી લીધી હતી. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે સાગરીતો પોલીસ પકડથી દૂર નાસતા ફરતા હતા.તાપી જીલ્લા પોલીસ અધિક્ષક જે.એન.દેસાઈ અને નાયબ પોલીસ અધિક્ષક આઈ.એન.પરમારના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈની આગેવાનીમાં એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી.

આ ટીમે મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતે સફળતાપૂર્વક દરોડો પાડીને સલમાન ઉર્ફે સુલેમાન શેરમોહમ્મદ મકરાણી (ઉં.વ. ૨૮, રહે. મકરાણી ફળીયુ, અક્કલકુવા) અને સિકંદર ઉર્ફે ડાબલા અબ્દુલ સમદ મકરાણી (ઉં.વ. ૩૦, રહે. મીઠા ફળીયુ, અક્કલકુવા) આ બંને વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા હતા. હાલ આ મામલે હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement
error: Content is protected !!