Explore

Search

July 13, 2026

Contact us -7820092500

IAS Coaching

Today’s Latest News : નિઝર હાઈવે પર ડમ્પર પાછળ બાઈક અથડાતાં ચાલકનું મોત, એક ઈજાગ્રસ્ત

ઉચ્છલ : તાલુકા માંથી પસાર થતો સ્ટેટ હાઇવે રોડ નંબર ૮૦ પર આમકુટી ગામની સીમમાં એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેસેલી વ્યક્તિને મોઢા તેમજ નાકના ભાગે ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આમકુટી ગામના નિશાળ ફળિયામાં રહેતા મનાભાઇ છગનભાઇ વસાવા (ઉં.વ.૫૫) અને તેમની જ ગલીમાં રહેતા કોન્ટ્રાક્ટર રામસિંગભાઇ દેવજીભાઇ વસાવા (ઉં.વ.૫૯) ગત ૧૧ જુલાઈના રોજ નિઝર તાલુકાના વ્યાવલ ગામે પંચાયતના બાંધકામનું કામ પતાવીને બાઈક પર પરત ફરી રહ્યા હતા.રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે ટોકરવા ગામ પસાર કરી જ્યારે તેઓ આમકુટી ગામની સીમમાં ટેકરા પર પહોંચ્યા, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા હાઇવા ડમ્પરે તેમની મોટરસાયકલને ઓવરટેક કરીને અચાનક રોડ સાઇડમાં લીધી હતી. બાઈક પણ ગતિમાં હોવાથી રામસિંગભાઇ પોતાનું વાહન કાબૂમાં રાખી શક્યા નહોતા અને બાઈક સીધી ડમ્પરના પાછળના ભાગે ડ્રાઇવર સાઇડે ધડાકાભેર અથડાઈ પડી હતી.

અકસ્માતને પગલે બંને રોડ પર પટકાતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક ઉચ્છલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બાઈક ચાલક રામસિંગભાઇ વસાવાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત મનાભાઇને વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!