બારડોલી તાલુકાનાં બાબેન ગામે તળાવ પર મિત્રો સાથે કરવા આવેલ સુરતનો યુવક તેની મહિલા મિત્રને બાઈક પર ખરવાસા ગામે મુકવા જતો હતો. તે સમયે બાબેન-અસ્તાન રોડ પર ટેમ્પોએ ટક્કર મારતા મોત નીપજ્યું હતું. જયારે યુવકની મહિલા મિત્રને સામાન્ય ઈજા પહોંચી હતી. જયારે આ અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ભાગી ગયો હતો. મળતી માહિતી મુંબ, બારડોલી તાલુકાનાં બાબેન ગામે તારીખ ૧૪ જૂનના રોજ સાહિલ સંજયભાઈ રાઠોડ (ઉ.વ.૧૭) તેના મિત્રો સાથે બાબેન તળાવ ખાતે ફરવા ગયો હતો.
ત્યાં સાહિલની મહિલા મિત્ર પણ સાથે હતી.
તેને ડ્યુક બાઈક લઈને તેના ઘરે ખરવાસા મુકવા જતો હતો ત્યારે સાંઈ આશિષ સોસાયટીથી થોડે આગળ બાબેન-અસ્તાન રોડ પર વળાંક પાસે સામેથી આવતા છોટા હાથી ટેમ્પોના ચાલકે ગફલતભરી રીતે હંકારી સાહિલની બાઈક સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં સાહિલ તથા તેની મિત્ર રોડ પર પડી જતા સાહિલને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. સાહિલને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર મૃત્યુ નીપજયું હતું. જ્યારે બાઈક પર પાછળ બેસેલ સાહિલની મિત્રને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે મૃતકનાં પિતા સંજયભાઈ શંકરભાઈ રાઠોડ (રહે.પારસી ફળિવું. સણીયા દેમદ,સુરત)ની ફરિયાદ આધારે અકસ્માત મોતનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


