વલસાડ જિલ્લાનાં ઉમરગામનાં જંબુરી ગામે સડક ફળિયામાં રહેતા વીકેશભાઈ નવીનભાઈ ધોડી ગત તારીખ ૭ જૂન નારોજ બપોરે પોતાની બાઈક લઈને કરમબેલી ગામે કામ અર્થે ગયા હતા. જોકે સાંજના સમયે તેઓ દમણથી ઘરે પરત ફરી રહ્યા હતા.
તે સમયે મોહનગામ ખડકી ફળિયા હાઈલાઈન પાવર ક્લાઉડ ઇન્ડિયા લિમિટેડ કંપનીની સામે રોડ ઉપર મોહનગામ ફાટક તરફથી આવેલ કાર ચાલકના યશ ભાણાભાઈ પટેલ (રહે.મોહન ફાટક)એ વીકેશભાઈની બાઈકને ટક્કર મારી હતી. જેથી આ ટક્કરમાં વીકેશભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરંતુ સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને મરવડ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.(ફાઈલ ફોટો)


