વલસાડ શહેરના મોગરવાડી ગરનાળા પાસે રહેતા રિક્ષા ચાલકને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આમ, પોલીસે ગાંજાના જથ્થાનું છૂટક વેચાણ કરતા આ જ વિસ્તારના એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ સિટી પોલીસને સામર ફળિયામાં રહેતો એક રિક્ષા ચાલક તેના સાથીદાર સાથે ગાંજાની પડીકીનું છૂટક વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. 
જે બાતમી મળતાં સિટી પોલીસની ટીમ આ સ્થળે પહોંચી હતી. આમ, પોલીસે સ્થળે પાર્ક કરાયેલી એક રિક્ષાના ચાલક અમિત ઉર્ફે પેન્ડો રસિકભાઈ નિકુળીયાને સાથે રાખી રિક્ષાની ઝીણવટભરી તપાસ કરી હતી. જે તપાસમાં રિક્ષાની ડ્રાઈવર સીટ નીચેથી, આછા બ્લુ કલરનું બોક્સ ૨૫૦૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨,૧૯,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી અમિત રસિકભાઈ નિકુળીયાની ધરપકડ કરી હતી.
જોકે પોલીસે આરોપીની પૂછપરછ કરતાં, આરોપીએ પાડોશમાં રહેતા પ્રશાંત તિવારી નામના ઈસમે તેને એક અઠવાડિયા અગાઉ ગાંજાનો ૧ કિલો જથ્થો તેના ઘરે આપ્યો હોવાની અને તે બાદ ગાંજાની પડીકી બનાવી, તેનું છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. જે કબૂલાતના આધારે પોલીસે આરોપી પ્રશાંત તિવારીને વોન્ટેડ જાહેર કર્યો હતો.(ફાઈલ ફોટો)


