Explore

Search

June 21, 2026

Contact us -7820092500

IAS Coaching

સાપુતારા ઘાટમાં કારે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું

ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાં હનુમાનજી વળાંક પાસે બેફામ સ્પીડે અને રોંગ સાઈડમાં આવી રહેલ કારે સામેથી આવતી બાઈકને જોરદાર ટક્કર મારતા ૨૨ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ગત તારીખ ૧૩ નારોજ રાત્રિના સમયે સાપુતારા ઘાટમાં હનુમાનજી વળાંક નજીક આ અકસ્માત સર્જાયો હતો. જોકે આરોપી ચાલક કાર લઈને પૂરઝડપે અને ગફ્લતભરી રીતે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો.

આ દરમિયાન સામેથી પોતાની બાઈક પર આવી રહેલ ઈશાનભાઈ જીતેન્દ્રભાઈ જાદવ (ઉ.વ.૨૨, રહે.નડગચોંડ, તા.વઘઈ)ને કારે અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ઈશાનભાઈને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. અકસ્માત સજર્યા બાદ કાર ચાલક પોતાની કાર મૂકી સ્થળ ઉપરથી ભાગી છૂટયો હતો.(ફાઈલ ફોટો)

Advertisement
error: Content is protected !!